1  चित्रपदानि // Chitrapadani //  Sanskrit STD 6

-: શબ્દ સજ્જતા :-

નમસ્કાર મિત્રો,

                 संस्कृत શિક્ષણની શરૂઆત કરતાં પહેલાં આપણે શબ્દ વિષે થોડી માહિતી મેળવીએ.

શબ્દનાં લિંગ

  • ગુજરાતી કે સંસ્કૃત ભાષામાં શબ્દ ના ત્રણ લિંગ (જાતિ) હોય છે : 1  સ્ત્રીલિંગ , 2 પુલ્લિંગ અને 3 નપુંસકલિંગ કે નાન્યેતર જાતિ

1 સ્ત્રીલિંગ શબ્દ (સ્ત્રી.)

             જે શબ્દો ની જાતિ સ્ત્રી હોય તેને સ્ત્રીલિંગ શબ્દ કહે છે. જેમકે છોકરી, ખૂરચી, માપપટ્ટી, ચોપડી, ગાય, શાળા …

           જે શબ્દો વિશે માહિતી મેળવવા “કેવી ” દ્વારા પ્રશ્ન પુછવામાં આવે છે તેવા શબ્દો ને સ્ત્રીલિંગ શબ્દ કહે છે. જેમકે,

શાળા કેવી છે?

ગાય કેવી છે?

ખૂરચી કેવી છે?

માપપટ્ટી  કેવી છે?

2 ૫ુલ્લિંગ શબ્દ (પુ.)

         જે શબ્દની જાતિ પુરુષ હોય તે શબ્દને ૫ુલ્લિંગ શબ્દ કહે છે. જેમકે, છોકરો, કબાટ, ઓટલો, વડ, ….

            જે શબ્દો વિશે માહિતી મેળવવા “કેવો “ દ્વારા પ્રશ્ન પુછવામાં આવે છે તેવા શબ્દો ને પુલ્લિંગ શબ્દ કહે છે. જેમકે,

છોકરો કેવો છે?

કબાટ કેવો છે?

ઓટલો કેવો છે?

વડ કેવો છે?

3 નપુંસકલિંગ કે નાન્યેતર જાતિ (નપુ.)

      જે શબ્દોની જાતિ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એકેય ના હોય તેવા શબ્દોને  નપુંસકલિંગ કે નાન્યેતર જાતિ કહે છે. જેમકે, છોકરું, ગલુડિયું, દફતર, ઘર ….

       જે શબ્દો વિશે માહિતી મેળવવા “કેવું ” દ્વારા પ્રશ્ન પુછવામાં આવે છે તેવા શબ્દો ને નપુંસકલિંગ કે નાન્યેતર જાતિ (નપુ.) કહે છે. જેમકે,

છોકરું કેવું છે?

ગલુડિયું કેવું છે?

દફતર કેવું છે?

ઘર કેવું છે?

શબ્દનો કારાંત

        संस्कृत શિક્ષણ માટે શબ્દનો કારાંત ખૂબ મહત્વનો છે. શબ્દના અંતમાં (છેલ્લે) જે સ્વર (અક્ષર) હોય તેના ઉપર થી શબ્દનો કારાંત નક્કી થાય છે. અકારાંત, આકારાંત , ઈકારાંત, ઈકારાંત, ઉકારાંત વગેરે

ઉદાહરણ તરીકે,

છેલ્લો અક્ષર  “અ”  હોય તો અકારાંત

રામ = ર્+આ+મ્+ = અકારાંત

છેલ્લો અક્ષર  “આ”  હોય તો આકારાંત

શાળા = શ્+આ+ળ્+  =આકારાંત

છેલ્લો અક્ષર  “ઈ”  હોય તો ઈકારાંત

નદી = ન્+અ+દ્+ = ઈકારાંત

છેલ્લો અક્ષર  “ઉ”  હોય તો ઉકારાંત

તાળુ = ત્+આ+ળ્+ = ઉકારાંત

चित्रपदानि 1

      અહીં કેટલાક ચિત્રો  આપેલા છે. તેની નીચે સંસ્કૃત ભાષામાં શબ્દ આપેલ છે. તમારે  આપેલા ચિત્રો જોઈને તેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તે યાદ રાખવાનું છે

આ શબ્દો અકારાંત પુલ્લિંગ છે

ઉદાહરણ તરીકે..

वृषभ: = व् + ऋ + ष् + अ + भ् + ह् + = अकारांत

Sanskit //STD 6// Sem 1// Chitrapadani 1

આપણે  चित्रपदानि 1 ના શબ્દોનું ગુજરાતી જોઈએઃ

वृषभ:  – બળદ

गर्दभ: – ગધેડો

मेष: – ઘેટું

नकुल: – નોળિયો

मयूर: – મોર

काक: – કાગડો

ताल: – તાળું

दीप: – દીવો, દીવડો

घट:  – ઘડો

सर्प:  – સાપ

मकर:  – મગર

मण्डूक:  – દેડકો

STD 6 // Sem1 // Chitrapadani 2

        અહીં કેટલાક ચિત્રો  આપેલા છે. તેની નીચે સંસ્કૃત ભાષામાં શબ્દ આપેલ છે. તમારે  આપેલા ચિત્રો જોઈને તેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તે યાદ રાખવાનું છે

અહીં આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો આપેલા છે

चित्रपदानि 2

આપણે  चित्रपदानि 2 ના શબ્દોનું ગુજરાતી જોઈએઃ

बालिका – છોકરી, બાળકી

उत्पीठिका – ટેબલ

लता – વેલ

स्थालिका – થાળી

पुष्पधानी – ફુલદાની

शाटिका – સાડી

पेटिका  – પેટી

चटका – ચકલી

नदी – નદી

चुल्ली – ચુલો, ચુલ

घटी – ઘડિયાળ

कुञ्चिका – કુંચી, ચાવી

Chitrapadani 3 // Sem 1 // STD 6

        અહીં કેટલાક ચિત્રો  આપેલા છે. તેની નીચે સંસ્કૃત ભાષામાં શબ્દ આપેલ છે. તમારે  આપેલા ચિત્રો જોઈને તેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તે યાદ રાખવાનું છે . આ શબ્દો અકારાંત નપુ. છે.

चित्रपदानि 3

આપણે  चित्रपदानि 3 ના શબ્દોનું ગુજરાતી જોઈએઃ

रत्नम् – રત્ન, હિરા-માણેક

छत्रम् – છત્રી

पुष्पम्  – ફુલ

उरुकम् – પાટલૂન, પેન્ટ

धनम्  – ધન, રુપિયા

पुस्तकम्  – પુસ્તક, ચોપડી

लशुनम् – લસણ

सीवणयंत्रम् – સીવવાનું મશીન

विमानम् – વિમાન

लोकयानम् – બસ

कृष्णफलकम् – કાળુ પાટિયું, બ્લેક બોર્ડ

शकटम् – બળદગાડું

STD 6 // Sem 1 // Chitrapadani 4

       અહીં કેટલાક ચિત્રો  આપેલા છે. તેની નીચે સંસ્કૃત ભાષામાં શબ્દ આપેલ છે. તમારે  આપેલા ચિત્રો જોઈને તેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તે યાદ રાખવાનું છે

चित्रपदानि 4

આપણે  चित्रपदानि 4 ના શબ્દોનું ગુજરાતી જોઈએઃ

अङ्कनी – પેન્સિલ

ग्रन्थ: – ગ્રંથ, મોટુ પુસ્તક

आभूषणम् – ઘરેણાં

करदीप: – હાથબત્તી

चमस: – ચમચી

लवित्रम् – દાતરડું

अवकारिका – કચરાપેટી

सञ्चिका – ફાઈલ

पिपीलिका – કીડી

गणनयन्त्रम् – ગણનયંત્ર, કેલ્ક્યુલેટર

द्रोणी – ડોલ

पिञ्ज: – ચાપ, સ્વિસ