2 मेघो वर्षति // Megho Varshati // STD 7

2 मेघो वर्षति ( વરસાદ વરસે છે)

मेघो वर्षति

प्रवहति नीरम् ।

तुष्यति कृषक:

गच्छति गोष्ठम् ॥

मेघो ( मेघ:) વરસાદ  वर्षति  વરસે છે नीरम्  પાણી प्रवहति વહે છે कृषक: ખેડૂત  तुष्यति સંતુષ્ટ ( ખૂશ) થાય છે गोष्ठम् પશુઓના વાડામાં गच्छति જાય છે

વરસાદ વરસે છે, પાણી વહે છે. ખેડૂત સંતુષ્ટ ( ખૂશ) થાય છે અને તે પશુઓના વાડામાં જાય છે.

नयति  च वृषभं

हलम् अपि  वहति ।

कर्षति क्षेत्रं

वपति च बीजम्  ॥

रोहति सस्यं

फलति प्रकामम्  ।

भवति समृद्धि:

मनुकुलवृद्धि:  ॥

वृषभं બળદને नयति લઈ જાય છે हलम्  હળ  अपि પણ वहति ઉપાડી જાય છે (લઈ જાય છે) क्षेत्रम्  ખેતર कर्षति ખેડે  છે અને बीजम्  બીજ वपति વાવે છે  सस्यम्  ધાન્ય रोहति ઉગે છે  प्रकामम्  પુષ્કળ फलति  ફળે છે, ફળ આપે છે समृद्धि  સમૃદ્ધિ भवति થાય છે मनुकुलवृद्धि માનવકુળની વૃદ્ધિ થાય છે

તે બળદને લઈ જાય છે અને હળને  પણ  લઈ જાય છે. તે ખેતર ખેડે  છે અને બીજ વાવે છે. ધાન્ય  ઉગે છે. પુષ્કળ  ફળ આપે છે – ખૂબ અનાજ થાય છે. સમૃદ્ધિ થાય છે અને માનવકુળની વૃદ્ધિ થાય છે

स्वाध्यायः

2.   નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો :

(१)     मेधो वर्षति तदा किं प्रवहति?

જવાબ :   मेधो वर्षति तदा नीरं प्रवहति  ।

(२)    क: गोष्ठम् गच्छति ?

જવાબ :   कृषक: गोष्ठम् गच्छति ।

(३)   कृषिक: किं वपति  ?

જવાબ :  कृषिक: बीजं वपति  ।

3. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાથી શોધી અહીં લખો :

वर्षतिप्रवहति,  तुष्यति,  गच्छति,  नयति,  वहति,  कर्षति,  वपति,  रोहति,  फलति,  भवति

આ બધા જ ક્રિયા રૂપી શબ્દોને ति પ્રત્યય લાગે છે

4. નીચેની પંક્તિ પૂર્ણ કરો અને પાકી કરો.

(१) मेघो वर्षति _______________ गच्छति गोष्ठम्।

જવાબ :  मेघो वर्षति प्रवहति नीरम् ।

तुष्यति कृषक: गच्छति गोष्ठम्  ॥

(२) रोहति सस्यं ______________ मनुकुलवृद्धि: ॥

જવાબ : रोहति सस्यं फलति प्रकामम्।

भवति समृद्धि मनुकुलवृद्धि